News Portal...

Breaking News :

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં - 6 સામેના રસ્તા પર લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી

2025-02-17 13:38:47
વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં - 6 સામેના રસ્તા પર લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી


વડોદરા : પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 


સવાર-સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવી છે. વડોદરામાં વિતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે આજે પણ ચાલુ છે. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર – 6 ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 


મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે. અહિંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બુમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લારી ધારકે મીડિયાને જણાવ્યું કે, મારી સેવઉસળ-પૌંઆની લારી છે. અમે પાલિકામાં મહીને રૂ.1 હજાર ભરીએ છીએ. દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે. તેઓને પુછ્યું તો તે જણાવે છે કે, અમારે લઇ જવું પડે.

Reporter:

Related Post