વડોદરા : માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે, જેમને સરકાર તરફથી સુખાકારી માટે રસ્તા આપે.

જેમાં 108, 100, ટપાલ ગેસ બોટલ લાઈટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402 નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ હતું.માળી સમાજનો પરિવાર છેલ્લા ૪ પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નં.૪૦૨ માં ગાયકવાડથી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પણ આવેલ છે, જે બીલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલીક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

તા.૧૦/૦૧/૧૯૮૯ ના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલા હતા જેમાં બીલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરેલ જેમાં પોલીસ ફરીયાદ પણ થયેલી હતી. જેમાં ધીરૂભાઈ બીલ્ડર ધ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપર વાળુ લેખીતમાં લખાણ પણ આપેલું હતું પણ આજદિન તેવી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી.જે કાંસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા ૧૦ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં ૪-૪ ચો.ફૂટ જેટલા પાણી ભરાય જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાય જાય છે જેમાં રાજસ્થંભ, રાજરત્ન સોસાયટી, રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાય જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલીક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનીંગ અધિકારી ઉપર સદર બાબતે તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમીશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારાવારીક નુકશાન થઈ રહયું છે જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન અર્પિતા શાહ ને આવેદનપત્ર આપવા માં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.





Reporter: admin