વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ માય શાનેન સ્કૂલ તેમજ વોર્ડ નંબર પાંચમાં વાઘોડિયા રોડ સ્થિત રંગ વાટીકા મંદિર ખાતે ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા આયોજિત આવકના દાખલા માટેના કેમ્પમાં સાંસદ ડોક્ટર હેમાંગ જૉષી ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા વિસ્તારના લાભાર્થીઓ માટે વોર્ડ નંબર ૪ માં ન્યુ વીઆઇપી રોડ પર આવેલ માય શાનેન સ્કૂલ તેમજ વોર્ડ નંબર ૫ માં વાઘોડિયા રોડ સ્થિત રંગવાટિકા મંદિર ખાતે આવકના દાખલા કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ ઉપસ્થિત રહી કેમ્પના લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે બોલતા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ આરોગ્યમ પરમ સાધનમની ઉક્તિ ટાંકી આરોગ્ય જ એ એક માત્ર એવી સંપત્તિ છે કે જેની મદદથી અન્ય તમામ મેળવી શકાય છે
તેમ જણાવી સૌ નગરજનોના આરોગ્ય અને સુખાકારીની કામના કરી હતી.વિસ્તારના તમામ જરૂરતમંદ લાભાર્થીઓ આવકના દાખલા મેળવી તેની મદદથી આયુષ્યમાન કાર્ડ કઢાવી મોંઘીદાટ આરોગ્યની સુવિધા બાબતે સુરક્ષિત, સલામત અને નચિંત બને તેવો અનુરોધ તેમણે કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને કર્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી પુરાવાની મદદથી આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા.
Reporter: admin