વડોદરા : અસહ્ય ઉકળાટ અને બફારાભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે.
છેલ્લાં ત્રણથી ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે
ત્યારે તકેદારીના પગલાં લેવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે તે વિસ્તારમાં તમામ અધિકારીઓ ને સતર્ક રાખવામાં આવ્યા છે. તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે અને એનડીઆરએફ ની બે ટીમો વડોદરા માટે રિઝર્વ છે સાથે જ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે.
Reporter: admin







