ડભોઇ: નામાંકીત દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ એમ.પી.સી. દેસાઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં આજરોજ શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા ના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવ એટલે કે વેલકમ ફંન્શનનું આયોજન કરવામાં આવ્યું

જેમાં જી.એમ.વી. અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા શાળાના ભૂલકાઓ સાથે મળીને રીબીન કાપી આ ફંકશનને આગળ વધાર્યો હતો ત્યારે જ શાળાના ધોરણ 4 અને 5 ની વિદ્યાર્થિનીઓ દ્વારા welcome ગીત પર ડાન્સ રજૂ કર્યો તેમજ શાળાના શિક્ષિકા બહેનોએ બાળકોને રંગબેરંગી પેન્સિલ અને ચોકલેટ આપી પ્રવેશ આપ્યો હતો.

તેવી જ રીતે એમ.પી.સી. દેસાઈ ઇંગ્લીશ મીડિયમ શાળાના આચાર્ય રિતેશભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહન ના ભાગ રૂપે ભેટ આપવામાં આવી. શાળાના કે.જી. વિભાગ ના ભૂલકાઓ અને ધોરણ 1 થી 5 ના બાળકો અને દયારામ કેળવણી મંડળ ના તમામ શિક્ષકો દ્વારા આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો હતો.

Reporter: admin