દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે.
આગામી દિવસોમાં પારો 40°C થી 42°C ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ 'લૂ' (Heatwave) ની સ્થિતિ સર્જાશે. બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44°C તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ), ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં આ અઠવાડિયે કાળઝાળ ગરમી અને લૂ ચાલશે.
પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ગરમીની સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધી તાપમાનમાં 3-4°C અને મધ્ય ભારતમાં 20 એપ્રિલ સુધી 2-3°C નો વધારો જોવા મળી શકે છે. દિલ્હીમાં પારો 42°C સુધી પહોંચવાની ધારણા છે.
Reporter: admin







