News Portal...

Breaking News :

વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિ બપોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે કચેરીએ પહોંચ્યા

2026-04-15 16:46:58
વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિ બપોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે કચેરીએ પહોંચ્યા


વડોદરાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વચ્ચે આજે મામલતદાર કચેરી ખાતે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. 


વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિ બપોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે કચેરીએ પહોંચ્યા હતા.આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ આમને-સામને આવી ગયા હતા. કાર્યકર્તાઓ દ્વારા ભૂમિકા પ્રજાપતિને ફોર્મ પરત ખેંચતા રોકવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા. હંગામા વચ્ચે ભૂમિકા પ્રજાપતિ અને તેમના પરિવારજનો લિફ્ટ મારફતે બીજા માળે જઈ રહ્યા હતા 


ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ વચ્ચે અટકી ગઈ હતી. બાદમાં પોલીસની મદદથી તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.પરિસ્થિતિ વધુ તંગ બનતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કચેરીના ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાએ ચૂંટણી માહોલને વધુ ગરમાવી દીધો છે.

Reporter: admin

Related Post