મેયરની નવી નેમ પ્લેટ તો લાગી ગઈ. કાળી સ્યાહીનાં ધબ્બા હજુ ત્યાં જ છે.

વડોદરા કોર્પોરેશનની ગ્રીન બોન્ડની પુસ્તિકા લોન્ચ કરવા મેયર ત્રિવેન્દ્રમ ગયા અને અહીં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટો કાંડ કરી નાંખ્યો. મેયર તે દિવસે હાજર ન હતા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિસાવદરની ચૂંટણીમાં જીત બાદ ઉન્માદમાં છે અને વડોદરાના પ્રાણ પ્રશ્નોમાં મેયરની નિષ્ફળતાથી રોષે ભરાઇને તેઓ મેયરને રજૂઆત કરવા ગયા હતા.ત્યાં વાતાવરણ અચાનક ઉગ્ર બન્યું અને આપના કાર્યકરોએ મેયરની કેબિનની બહાર લગાવેલી મેયરના નામની નેઇમ પ્લેટ તોડી અને તે પહેલાં તેમણે નેઇમ પ્લેટ પર કાળી સ્યાહી પણ લગાવી દીધી હતી. આ ઘટનાએ રાજકીય રીતે ભારે ગરમાવો ઉભો કરી દીધો છે. ગુજરાતમાં હવે આપ ભાજપને ટક્કર આપી રહી છે તેનો નમુનો મળ્યો હતો. મેયર હવે ત્રિવેન્દ્રમથી આવી ગયા છે.

પાલિકાની વડી કચેરી ખાતે મેયરની નવી નેમ પ્લેટ તો લાગી ગઈ સ્યાહી ના ધબ્બા હજુ ત્યાં જ છે. પણ તેઓ બુધવારે પણ ઓફિસે આવ્યા જ ન હતા કે તે બાજુ ફરક્યા પણ ન હતા. પાલિકા સંકુલમાં આજે દિવસભર એજ ચર્ચા ચાલતી હતી કે મેયરને હવે પોતાની જ કોર્પોરેશનની ઓફિસમાં આવતા ડર લાગે છે. મેયરને હવે ડર છે કે કોર્પોરેશનની ચૂંટણી હવે નજીક છે અને મેં એવા કોઇ પ્રજાના કામો કર્યા નથી કે મને ફુલનો ગુલદસ્તો લઇને લોકો મળવા આવે. મેયરે વડોદરાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ જ લાવ્યા નથી એટલે ડર છે કે જો તેઓ ઓફિસમાં જઇને બેસશે અને જો લોકો મોરચો લઇને તેમની સમક્ષ રજૂઆત કરવા આવશે તો તેમનો ઘેરાવો થશે. આટલા વર્ષ મેયરે કામ તો કર્યા જ નથી તે વિશે તેમને ખબર જ છે. એટલે તેઓ હવે ઓફિસે આવતા ડરે છે કારણ કે હવે ચોમાસા ટાણે ત્રાસેલા લોકો ગમે ત્યારે રજૂઆત કરવા આવી શકે છે. ત્રિવેન્દ્રમમાં બેઠા બેઠા મેયરને સમાચાર તો મળી જ ગયા હોવા જોઇએ કે તેમની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમની નેઇમ પ્લેટ પર કાળી સ્યાહી લગાવી દીધી છે જેથી મેયર હવે પોતાની શાખ બચાવવા માટે કોર્પોરેશનની ઓફિસે આવ્યા જ નથી. ખંડેરાવ માર્કેટ સંકુલમાં પોલીસનો કાફલો ખડે પગે હાજર હતો. અગાઉ તો પોલીસ અને આઇબી બંને ઉંઘતા ઝડપાયા હતા.
Reporter: admin







