મોલમાં ગેરકાયદેસર દબાણો મામલે સાત વર્ષ પહેલા કોર્પોરેશનમાં અરજી આપેલી: પ્રોપટી ધારક
ફરાર બિલ્ડર અપૂર્વ પટેલ અગાઉ શ્રીમ શાલીની મોલનો વહિવટ કરતો હતો...

ફ્લોર પર ટોયલેટ બાથરુમ 500 ફૂટથી વધુના તમામ દબાવી દેવાયા
શહેરના અલકાપુરી વિસ્તારમાં આર.સી.દત્ત રોડ પર આવેલા શ્રીમ શાલીની મોલ ખાતે મહાનગરપાલિકાના બાંધકામ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કલ્પી અને ઝલક શોરૂમ દ્વારા કોમન સ્પેસમાં કરાયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કડક તાકીદ કરાઇ હતી. શ્રીમ શાલીની મોલમાં મોટા પાયે દબાણો કરાયા હોવાનું અને નાના રોકાણકારો પાસેથી સસ્તા ભાવે પ્રોપર્ટી પડાવી લેવાના કાવતરાં પણ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. શ્રીમ શાલીની મોલમાં ત્રીજા માળે પ્રોપર્ટી ધરાવતા કલ્પેશભાઇ જયસ્વાલે આરોપ લગાવતાં કહ્યું હતું કે મારી પણ શ્રીમ શાલીની મોલમાં પ્રોપર્ટી ત્રીજા માળે આવેલી છે. મે 2006માં આ પ્રોપર્ટી રાખેલી છે. પણ ત્યાં કેટલાક લોકોએ એટલા દબાણો કરેલા છે કે અમારા માટે મુશ્કેલી ઉભી થઇ છે. અત્યારે લોકોના રુપિયા પડાવીને ફરાર થઇ ગયેલો અપૂર્વ પટેલ અગાઉ શ્રીમ શાલીની મોલનો વહિવટ કરતો હતો કારણ કે તે બિલ્ડરનો ખાસ હતો. અપૂર્વ એ તે વખતે વેચાણે આપી હતી પણ અત્યારે પરિસ્થીતી એવી છે કે મારી પ્રોપર્ટી ભાડે જતી કે વેચાતી નથી. મોલમાં શરુઆતમાં એક્સેલેટર અને લિફ્ટ બધુ જ હતું લિફ્ટ અને એક્સેલેટર કાઢી લેવાઇ હતી, લિફ્ટનો સામાન પણ અપૂર્વએ વેચી કાઢ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે નાના રોકાણકારો કંટાળીને ભાગી જાય તે માટે રોકાણકારો પોતાની પ્રોપર્ટી મફતના ભાવે વેચવા કાઢે તેવા પ્રયાસ કરતા હતા અને સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદી લેવાનો કારસો ચાલે છે, મોલમાં ગેરકાયદેસર દબાણો મામલે સાત વર્ષ પહેલા મે કોર્પોરેશનમાં અરજી આપેલી છે.પણ મારી અરજી પર કોર્પોરેશને કોઇ ધ્યાન આપ્યું ન હતું. મોલમાં આટલું બધુ દબાણ છે પણ કોર્પોરેશને કોઇ જ ધ્યાન ના આપ્યું. આ લોકો તેમની પ્રોપર્ટી વધારવા મફતના ભાવે પ્રોપર્ટી પડાવે છે. એક તરફનો ભાગ સિક્વન્સ સાડી વાળાના તમામ ફ્લોર છે તો બીજી બાજુએ પણ તેમણે થોડુ રાખવાનું શરુ કર્યું છે. દરેક ફ્લોર પર ટોયલેટ બાથરુમ 500 ફૂટથી વધુના હતા. અને આ તમામ બાથરુમ પણ દબાવી દેવાયા છે.
કોર્પોરેશનમાં અરજી પણ કરેલી છે પણ કોઇએ ધ્યાન ના આપ્યું
મોલમાં ગેરકાયદેસર દબાણો મામલે સાત વર્ષ પહેલા મે કોર્પોરેશનમાં અરજી આપેલી છે.પણ મારી અરજી પર કોર્પોરેશને કોઇ ધ્યાન આપ્યું ન હતું. મોલમાં આટલું બધુ દબાણ છે પણ કોર્પોરેશને કોઇ જ ધ્યાન ના આપ્યું.
તાજેતરમાં પણ મામલો ગરમાયો હતો..
કલ્પી શોરૂમ ના માલિક વિરુદ્ધ રાજુભાઈ દ્વારા અરજી કરવામાં આવી હતી.અને કલ્પી શોરૂમ માલિક દ્વારા રાજુભાઈની વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી છે. જેથી તમામ ગેરકાયદેસર દબાણ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને વહેલી તકે જો પરવાનગી લેવામાં નહીં આવે તો અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસંધાને દબાણો દૂર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. .તેમણે કહ્યું કે આરસી દત્ત રોડ શ્રીમ શાલીમ રોડ બિનપરવાનગી કોમન સ્પેસમાં ગેરકાયદેસર બાંધકામ કરેલું છે
Reporter: admin