કેનેડાના વિઝા અપાવાના બહાને 2.70 કરોડ રુપિયા પડાવી લેવાના ગુનામાં ફરાર થયેલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝઢપી પાડ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે કરજણ પોલીસ સ્ટેશનમાં 2025માંથી ધ્રુવ ગૌંરાગભાઇ પટેલ (રહે, સુબોધનગર, માંજલપુર) સામે ગુનો નોંધાયો હતો જેમાં ધ્રુવ પટેલે અન્ય આરોપીસાથે મળી ફરિયાદી અને તેમના પત્નીને કેનેડાના વિઝા અપાવાનો ભરોસો આપી ફરિયાદી પાસેથી 2 કરોડ 70 લાખ નવસો રુપિયા પડાવી લીધા હતા અને ખોટી એર ટિકીટો બનાવીને ફિયાદીને મોકલી હતી.
ફિયાદીના પૈસાના બદલામાં પોતાના મકાનની પાવતી લખી આપેલી હોવા છતાં ફરિયાદીને મકાન કે પૈસા નહીં આપી ગુનો આચર્યો હતો. ચાર માસથી તે ફરાર થઇ ગયો હતો. જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બાતમીના આધારે આણંદમાં આવેલી રોક ઇન હોટલમાંથી આરોપી ધ્રુવ પટેલને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી માટે તેને કરજણ પોલીસને સોંપ્યો હતો.
Reporter: admin