News Portal...

Breaking News :

MS યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી જાહેર નહીં થાય

2025-05-28 17:40:41
MS યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી જાહેર નહીં થાય


વડોદરા : ધોરણ 12 પછી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના અનુસ્નાતક કોર્સમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવાની કાર્યવાહી તા. 29 મેથી શરૂ થશે. ત્યારે એમ.એસ. યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. 



પરંતુ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને SMS મોકલવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર જ પ્રવેશની યાદી ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ગત વર્ષે યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ મૂકવામાં આવતું હતું, પરંતુ આ વર્ષથી યુનિવર્સિટી સત્તાધીશોએ આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જોકે, યુનિવર્સિટી દ્વારા પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને SMS મોકલવામાં આવશે. 


આ સાથે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર પ્રવેશ યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી લેવું હિતાવહ રહેશે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીઓના વિવિધ ડિગ્રી કોર્સમાં તા. 29 થી 31 મે સુધી પહેલા રાઉન્ડમાં પ્રવેશ અપાશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. જે વિદ્યાર્થી ફી નહીં ભરે તેનો પ્રવેશ કન્ફર્મ નહીં ગણાય. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ જરૂર પડે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી શકશે.

Reporter: admin

Related Post