વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી સકીલા પાર્ક સોસાયટીમાં રહેતા રીઢા આરોપી આદિ અબ્દુલ પટેલે સુરતના શખ્સ પાસેથી ગાંજો લાવીને તેના ઘરમાં સંતાડ્યો છે.
ઓલ્ડ પાદરા રોડ પર આદિબના પિતા અબ્દુલ પટેલ તથા ધ્રુવ ચૌધરી મોપેડની ડીકીમાં મૂકી હાઇબ્રીડ ગાંજો લઈને ત્યાં વેચાણ કરતા હોવાથી SOG પોલીસે રેડ કરીને બંનેને ઝડપી પાડયા હતા. જ્યારે આદિબ અને તેની માતા ઝરીના પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે.15.45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો વડોદરા SOGએ 15 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો, મોપેડ અને મોબાઈલ મળી 15.45 લાખનો મુદ્દામાલ કબજે કરી જે. પી. રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
અગાઉ NDPSના ગુનામાં ઝડપાયેલો આરોપી આદીબ અબ્દુલ પટેલ (રહે, શકીલા પાર્ક સોસાયટી, બેસીલ સ્કુલની સામે, તાંદલજા રોડ,)એ સુરતથી અજાણ્યા શખસ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ખરીદ કરી ઘરે લાવી ઝરીનાબહેન અબ્દુલ પટેલને સાચવવા આપ્યો છે અને તેના રહેણાંક મકાનમાં સંતાડી રાખ્યો છે.બાતમીના આધારે પોલીસે રેડ કરતા ગાંજો મળ્યો આ હાઇબ્રીડ ગાંજો ઓલ્ડ પાદરા રોડ પર આવેલા પદમ ગુંજન બંગ્લોઝના કમ્પાઉન્ડ વોલ પાસે જાહેરમાં અબ્દુલ પટેલની ગાડીની ડીકીમાંથી મૂકીને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વેચાણ કરતા હોવાની બાતમી SOG પોલીસને 27 મેના રોજ મળી હતી. જેના આધારે SOG પીઆઈ એસ ડી રાતડાની સૂચના મુજબ ટીમના માણસોએ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી ત્યારે આ સ્થળ પરથી અબ્દુલ 15 લાખનો 500 ગ્રામ ઉપરાંતનો ગાંજો મળી આવ્યો હતો.
Reporter: admin