આવનાર સમયમાં યુદ્ધ હોય તોફાન હોય, પૂર હોય કે કોઈપણ આફત આવાની હોય ત્યારે વડોદરામાં તેની સામે મજબૂત થી ફાઇટ આપવા વડોદરા ના યુવાનો હવે તૈયાર છે.

આ માટે સ્વેજલ વ્યાસ દ્વારા ટીમ રક્ષકની શરુઆત કરાઇ છે અને ટીમ રક્ષક કોઇપણ સંજોગોમાં વડોદરા શહેર ના નાગરિકો ની સેવા કરશે. સ્વેજલ વ્યાસ દ્વારા જણાવાયું હતું કે અમારી આ ટીમ માં જોડાવાનો કોઈજ ચાર્જ નથી ફ્રી માંજ યુવાનો ને તાલીમ આપવામાં આવશે. ફ્રી સ્વિમિંગ, આગ પર કાબુ મેળવાની તાલીમ, પૂર માં લોકોનું રેસ્ક્યુ કરવાની તાલીમ, હોસ્પિટલ માં ઇમર્જન્સીમાં બચાવની તાલીમ તેમજ યુવાનો ને આત્મરક્ષક બનવાની તાલીમ આપવામાં આવશે
આમ ડ્રેસ અને તાલીમ બધુજ ફ્રી આપવામાં આવશે.અમે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ અમે જીવ્યા તેમાં કેટલા બહાદુરો વડોદરાને આપીશુ તે મહત્વનું છે. બસ આજ ઉદેશ સાથે સાથ સહકાર આપશો..તેમ સ્વેજલ વ્યાસે જણાવ્યું છે.
Reporter: admin