શહેરના વારસિયા વિસ્તારમાં સંતકંવર કોલોનીના એક મકાનના કંપાઉન્ડમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને એક શખ્સને 4 લાખના દારુ સાથે ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાજતાં એક શખ્સ હાથમાં વજનદાર કોથળાઓ સાથે ઉભેલો જોવા મળ્યો હતો અને તે પોલીસને જોઇને નાસવા લાગ્યો હતો પણ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો. તેનું નામ ધર્મેશ ઉર્ફે ધરમુ લક્ષ્મણદાસ નામાની (રહે, સંતકંવર કોલોની) હોવાનું બહાર આવ્યું હતું.
તેની પાસેના વજનદાર કોથળામાંથી દારુની 143 બોટલ (કિંમત 410658 રુપિયા) મળી આવી હતી. તેની પૂછપરછમાં તેનો પુત્ર ધીરજ ઉર્ફે ભરત આ દારુ લાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું અને પિતા પુત્ર સાને ગુનો નોંધી કુંભારવાડા પોલીસને હવાલે કર્યો હતો.
Reporter: admin