પોલીસે એફેડ્રીન ડ્રગ્સ સાથે અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહિમને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં ભરૂચમાં નશીલા પ્રદાર્થના વેપલાના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. આરોપીએ મુંબઈના તોસિફ યુસુફ પટેલ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું ખુલતા sog એ તેને મુંબઈથી ઉઠાવી લીધો હતો.
બીજી તરફ અમીને મુંબઈના તોસિફ ઉપરાંત ભરૂચના સિપાઈવાડમાં રહેતા મોહમદ સાહિલ સિકંદર મલેક પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઓવૈશીની પાર્ટીનો સાહિલ પૂર્વ શહેર પ્રમુખ હતો જે હાલ વોન્ટેડ છે.સાહિલને હાલ ઝડપી પાડવા એસ.ઓ.જી. શોધખોળ ચલાવી રહી છે. જે પોલીસ પકડમાં આવ્યા બાદ જ તે કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને આ રેકેટમાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. સાથે જ અત્યાર સુધી ડ્રગ્સનો જથ્થો કેટલા લોકોને અપાયો સહિતની સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે
Reporter: News Plus