એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ અભ્યાસના ભાગરૂપે બનાવેલી કલાકૃતિઓના બે દિવસનાવાર્ષિક પ્રદર્શન ની આજથી શરૂઆત થઈ હતી.
સાંપ્રત સમાજની વિવિધ સમસ્યાઓને વિદ્યાર્થીઓએ કલાકૃતિ સ્વરૂપે રજૂ કરી છે તો કેટલાક વિદ્યાર્થીઓ એ સમાજ અંગે પોતાના વિચારોને કે પોતાની જાત અંગેના વિચારોને કલાકૃતિના માધ્યમથી વ્યક્ત કર્યા છે. પરંપરા પ્રમાણે દર વર્ષે શનિવાર અને રવિવાર એમ બે દિવસ પ્રદર્શન યોજાતું હોય છે જ્યારે આ વખતે પ્રદર્શન મંગળવાર અને બુધવાર એમ બે દિવસ યોજવામાં આવ્યું છે. ઉપરાંત પ્રદર્શનનો ઝાઝો પ્રચાર પ્રસાર પણ સત્તાધીશો એ કર્યો નહીં હોવાથી પ્રદર્શનની મુલાકાત લેનાર લોકોની સંખ્યા આજે પહેલા દિવસે ઘણી ઓછી જોવા મળી હતી.
Reporter: News Plus