News Portal...

Breaking News :

ક્રૂડ ઓઈલની કટોકટીની અસર અમેરિકા પર પણ દેખાવા લાગી: અમેરિકામાં ગેસના ભાવ વધી ગયા

2026-04-11 14:33:02
ક્રૂડ ઓઈલની કટોકટીની અસર અમેરિકા પર પણ દેખાવા લાગી: અમેરિકામાં ગેસના ભાવ વધી ગયા


વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ઈરાન સામેના યુદ્ધથી દુનિયાભરના અર્થતંત્રો ખોરવાઈ ગયા છે ત્યારે અમેરિકા પણ તેમાંથી બાકાત રહ્યું નથી. 


દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટીની અસર અમેરિકા પર પણ દેખાવા લાગી છે. અમેરિકામાં ગેસના ભાવ વધી ગયા છે, જેથી માર્ચમાં કન્ઝ્યુમર પ્રાઈસમાં વધારાના અને ફુગાવો ચાર વર્ષની ટોચે પહોંચવાની સંભાવના છે. આથી, ફેડરલ રિઝર્વની ચિંતા વધશે અને વ્હાઈટ હાઉસ માટે પણ વધતા ખર્ચની સ્થિતિ ઈરાન યુદ્ધની સાથે ઘરઆંગણે મોટો રાજકીય પડકાર ઊભો કરી શકે છે.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકામાં એક વર્ષ અગાઉની તુલનામાં માર્ચ મહિનાનો વધીને ૩.૪ ટકા રહી શકે છે.  


જે ફેબુ્રઆરી ૨૦૨૬માં ૨.૪ ટકા કરતાં એક ટકાના વધારાના સંકેત આપે છે. આ સિવાય ફેબુ્રઆરીની સરખામણીમાં માર્ચમાં ભાવ વધારો ૦.૯ ટકા વધવાની શક્યતા છે તેમ ડેટા પ્રોવાઈડર ફેક્ટસેટ દ્વારા અર્થશાસ્ત્રીઓના સરવેને ટાંકીને જણાવાયું હતું. ફુગાવામાં આ વધારો વર્ષ ૨૦૨૨ પછી સૌથી મોટો માસિક ઊછાળો હોઈ શકે છે.

Reporter: admin

Related Post