વોશિંગ્ટન : મિડલ ઇસ્ટમાં વર્ષોથી ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે શનિવારે (11મી એપ્રિલ) પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક ઐતિહાસિક બેઠક યોજાવા જઈ રહી છે.
જોકે, આ બેઠક પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવી ઇરાનને ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે 'વ્યાપારિક દ્રષ્ટિએ અતિ મહત્વના એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને કોઈપણ કિંમતે બંધ થવા દેવામાં આવશે નહીં.'અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે અમેરિકાની મક્કમતા વ્યક્ત કરતા કહ્યું કે, 'હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ત્યાં કોઈને પણ મનસ્વી રીતે કામ કરવાની મંજૂરી અપાશે નહીં.
ઇરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ પણ પ્રકારનો કર કે ટોલ વસૂલવાનો પ્રયાસ ન કરે, અમેરિકા મુક્ત નેવિગેશન સુનિશ્ચિત કરવા સંપૂર્ણ સજ્જ છે.' ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન લશ્કરી રીતે યુદ્ધ હારી ગયું છે, અને હવે અમારો ધ્યેય આ માર્ગને સંપૂર્ણપણે ખુલ્લો રાખવાનો છે.
Reporter: admin







