વડોદરા : કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ મેચોમાં વિવિધ ટીમો ભાગ લેશે.
જે માટે ભારતીય ટીમ બુધવારે રાત્રે 8-30 વાગે વડોદરા પહોંચશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મંગળવારે વડોદરા આવી હતી. આઈએમએલ ટુર્નામેન્ટ 28 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી યોજાશે. કોટંબીમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની મેચથી સ્પર્ધાનો પ્રારંભ થશે. ભારતીય ટીમ વડોદરામાં 1 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચ રમશે.
આ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન તેમની ટીમોનું નેતૃત્વ કરશે. ક્રિકેટના મહાન ખેલાડીઓ મેદાન પર એક્શનમાં જોવા મળશે. આ સિરીઝની 6 મેચ કોટંબીમાં રમાશે.ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડીઓ ફરી ક્રિકેટના મેદાન પર તેમનો જાદુ પાથરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વેસ્ટઇંડિઝની ટીમ બુધવારના રોજ આવે તેવી સંભાવના છે. ભારતીય ક્રિકેટના ચાહકો માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરને ઈન્ડિયા માસ્ટર્સનું નેતૃત્વ કરતાં જોઈ શકશે.
Reporter: admin