અમદાવાદ: આજે અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ રહી છે.
સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાશે અને પછી રથ નગરયાત્રાએ નીકળશે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.મા ભદ્રકાળીની નગરયાત્રાના ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદીઓ ઉમટી પડ્યાં છે. યાત્રા હાલમાં માણેકચોક પહોંચી ગયા છે જે વિસ્તાર અમદાવાદમાં ખાસ વખણાતા સ્થળોમાં સામેલ છે. અમદાવાદમાં ઐતિહાસિક મા ભદ્રકાળીની નગરયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મા ભદ્રકાળીનું રથ નગરયાત્રા માટે પ્રસ્થાન કરી ચૂક્યું છે અને ભક્તો પણ રુટમાં ગોઠવાઈ ગયા છે.
આજે 12 વાગ્યા સુધી અમદાવાદના ઘણા રસ્તાઓ બંધ રહેવાના છે. ભદ્ર પરિસરમાં ભક્તિમય માહોલ અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ભક્તોના હાથમાં લાલ ધજા જોવા મળી રહી છે.અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખવામાં આવી છે. જગન્નાથજી મંદિરે વિરામ : આ યાત્રામાં નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને માતાજીનો રથ જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે ફરી નીજ મંદિર પરત ફરશે.
Reporter: admin