News Portal...

Breaking News :

અનિયંત્રિત કાર એક ઘરમાં ઘૂસી જતાં ચાર યુવકોના મોત

2025-02-26 12:06:33
અનિયંત્રિત કાર એક ઘરમાં ઘૂસી જતાં ચાર યુવકોના મોત


પ્રતાપગઢ : પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર બુધવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. 


પૂરપાટ સ્પીડે દોડતી અનિયંત્રિત કાર એક ઘરમાં ઘૂસી જતાં ચાર યુવકોના મોત થઈ છે, જ્યારે અન્ય ત્રણ ગંભીરરૂપે ઘવાયા છે. આ દુર્ઘટનામાં ઘરની અંદર ઊંઘતાં દંપત્તિને ગંભીર ઈજાઓ થઈ છે.કોતવાલી દેહાંત નજીક ભુપિયામઉમાં આવેલા પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે, ગ્રામજનો અને પોલીસને કારમાં સવાર લોકોને બહાર કાઢવા ભારે મુશ્કેલી પડી હતી.


 અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહિન્દ્રા ટીયુવી-300માં કુલ સાત લોકો સવાર હતા. તમામ ઝારખંડના નિવાસી છે. તમામ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન તકીને પરત ફરી રહ્યા હતાં. ઘટના સ્થળ પર કોતવાલી દેહાત, ભુપિયામઉ પોલીસ સ્ટેશન, કટરા પોલીસ સ્ટેશન, પૃથ્વીગંજ પોલીસ સ્ટેશન, પીઆરબી 112 સહિત તમામ પોલીસ દળ ઉપસ્થિત હતાં.

Reporter: admin

Related Post