અમદાવાદ : ગુજરાત રાજ્યમાં એક તરફ 11 હજાર જગ્યાઓ માટે લાખો યુવાનો યુવતીઓ ભરતી થવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને બીજી બાજુ સિનિયર પોલીસ અધિકારીઓના ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે.
માત્ર 2 મહિનામાં રાજ્યના ૩ પોલીસ અધિકારીઓએ સરકારને પોતાના રાજીનામાં ધરી દીધા છે. જેમાં, 6ઠ્ઠી જાન્યુઆરી, 2025ના રોજ જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓની ઉંમર 50 વર્ષ થાય ત્યારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું અને પરિવારને સમય આપશે અને આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોય જેથી રાજુનામુ આપ્યું હતું.4 ફેબ્રુઆરી, 2025ના રોજ જ્યારે આ ઉપરાંત અભય ચુડાસમાએ અચાનક રાજીનામું આપ્યું છે, જેનાથી ગુજરાત પોલીસમાં ભારે ચકચાર મચી હતી, તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હતું.
અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે અને હાલ એડિશનલ ડીજીપી તરીકે ફરજ પર છે. 25 મી ફેબ્રુઆરી, 2025ના રોજ DYSP રૂહી પાયલાએ આપી દીધું રાજીનામું આપી દીધું છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોસ્ટેડ રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર માન્યો હતો અને સમાજની સેવા કરવાનો સિલસિલો કાયમ રાખવાની વાત પણ કરી હતી. વર્ષ 2017માં પાલનપુરના કાણોદરની રૂહી પાયલાની DYSP તરીકે GPSC દ્વારા પસંદગી થઈ હતી. પોલીસ વિભાગની અગત્યની પોસ્ટ અને અગત્યના હોદ્દા પરથી માત્ર 2 જ મહિનાના સમયમાં 3 જેટલા પોલીસ અધિકારીઓના રાજીનામાંએ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી થઈ રહેલા રાજીનામાં વિષે કોઈ નક્કર કારણ અધિકારીઑ ધ્વારા જાહેર કરવામાં આવતું નથી.
Reporter: admin