વડોદરા : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ ના શુભેચ્છા અર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક જીના સ્વ કંઠે કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ એ લીધો હતો.

વડોદરાના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12 ના બોર્ડના પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ પાઠ મંગળવારે ઝાંસી રાણી મેદાન ખાતે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક જી ના સ્વકંઠે સંપન્ન થયો હતો. પાઠની શરૂઆત પૂર્વે આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના મહાનુભાવો એ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સુંદરકાંડના પાઠની શરૂઆત થઈ હતી. પાઠ પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસા નું પઠન અને હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી. આ તબક્કે પરીક્ષાાર્થીઓને બેસ્ટ ઓફ લકની શુભેચ્છા સાથે પેન અને પ્રસાદીનું વિતરણ શ્રીરંગ આયરે,રાજેશ આયરેના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશીધ દેસાઈ, સભ્ય વિજય પટેલ પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં સાથે વાલીઓ એ સુંદરકાંડ ના પાઠ નો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.





Reporter: admin