News Portal...

Breaking News :

અવનવી વાનગી : લસણની ચટણી બનાવવાની રીત

2025-02-26 14:42:01
અવનવી વાનગી : લસણની ચટણી બનાવવાની રીત


લસણની ચટણી ખાવામાં ખુબ ટેસ્ટી હોય છે. આ ચટણી ઘણા બધા શાક કે અન્ય ચાટમાં ઉપયોગમાં લઇ શકાય છે અને બનાવવી સરળ છે. 


લસણની ચટણી બનાવવા માટેની સામગ્રીમાં 20 નંગ લસણની કડી, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી સીંગદાણાનો ભૂકો, મીઠુ સ્વાદ અનુસાર, 2 ચમચી લાલા મરચું જરૂરી છે.


હવે ખાલબાટ્ટામાં લસણની કડી, જીરું, મરચું,ધાણાજીરૂ, મીઠુ બધું વાટી લેવું. અદ્યકચરું વટાઇ જાય એટલે સીંગદાણાનો પાવડર ઉમેરી ફરી બધું બરોબર વાટી લઇ ડબ્બી માં ભરી લેવી. આ ચટણી વધુ સમય માટે સ્ટોર કરી શકાય છે.

Reporter: admin

Related Post