News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : દાંતના દુખાવો થાય તો એના માટે તાત્કાલિક ઉપચાર

2025-02-26 14:39:09
આયુર્વેદિક ઉપચાર : દાંતના દુખાવો થાય તો એના માટે તાત્કાલિક ઉપચાર


સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.


જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે. ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.


સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે. સરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે. આપ દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post