News Portal...

Breaking News :

પૌંઆ ખાવાના તમે શોખીન છો તો ચેતી જજો, કારણ કે તમારી તબિયત ખરાબ થઇ શકે

2025-02-26 10:25:11
પૌંઆ ખાવાના તમે શોખીન છો તો ચેતી જજો, કારણ કે તમારી તબિયત ખરાબ થઇ શકે


તમે જો પૌઆ ખાવાના શોખીન હોવ તો ચેતી જજો કારણ કે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો એવો વાયરલ થયો છે જેમાં પૌઆ બનાવતો વ્યક્તિ કઇ રીતે પૌઆ બનાવી રહ્યો છે તે દર્શાવામાં આવ્યું છે અને આ વીડિયો જોઇને તમે ક્યારેય હવે પૌંઆ નહી ખાઉ તેવો નિયમ બનાવી દેશો, 


આ વીડિયો શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી સમ્રાટ હોટલનો છે અને તેમાં જે વ્યક્તિ પૌંઆ બનાવી રહ્યો છે તેને જોતાં લોકોના આરોગ્ય સાથે રીતસર ચેંડા થઇ રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.આ વીડિયો રેલવે સ્ટેશન પાસે આવેલી સમ્રાટ હોટલ પાસેનો છે જેમાં દિલીપ કુમાર નામનો શખ્સ પોતાના 2 હાથનો ઉપયોગ કરીને પૌંઆ મિક્સ કરી રહ્યો છે. તેણે હાથમાં કોઇ પણ પ્રકારના ગ્લોવ્ઝ પહેરેલા નથી કે પૌંઆ મિક્સ કરવા માટે ચમચા સહિતના સાધનોનો પણ ઉપયોગ કર્યો નથી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો આ ખુલ્લેઆમ પ્રયાસ કરાયો છે. દિલીપ કુમાર નામના વ્યક્તિએ પોતાના હાથ ધોયેલા છે કે કેમ તેની પણ જાણ નથી. 



હોટલો અને રેસ્ટોરન્ટોમાં ખાસ હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે જેથી ગ્રાહકોના આરોગ્ય સાથે કોઇ જ બાંધછોડ ના થાય પણ સમ્રાટ હોટલના વાયરલ વીડિયોમાં આ શખ્સ ખુલ્લા હાથે કોઇ પણ પ્રકારના હાઇજીનનું ધ્યાન રાખ્યા વગર બિન્ધાસ્ત પોતાના બંને હાથેથી પૌંઆ મિક્સ કરી રહ્યો છે. તેને એ પણ ખ્યાલ નથી કે તે જે પૌંઆ બનાવી રહ્યો છે તેનાથી કોઇના આરોગ્યને ગંભીર નુકશાન થઇ શકે છે. સમ્રાટ હોટલના સંચાલક પણ આ જાણતા જ હશે અને તેમની પરવાનગીથી જ આ શખ્સ આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હશે. આ વીડિયો જો તમે જોશો તો કદાચ હવે પછી તમે સમ્રાટ હોટલના પૌંઆ ખાવાનું જ બંધ કરી દેશો. આજકાલ તો પાણીપુરી વાળા પણ હાથમાં કોથળીના ગ્લોઝ પહેરે છે જેથી હાઇજીનનું ધ્યાન રહે. પણ આ પ્રકારના હોટલવાળાને લોકોના આરોગ્યની કંઇ પડી નથી.

Reporter: admin

Related Post