કડી: મહેસાણાના કડીથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ-પત્ની અને બાળકે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા પરિવારે સ્યુસાઈડ નોટ લખી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.,
મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડીમાં 38 વર્ષીય ધર્મેશ પંચાલ, 26 વર્ષીય ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય પ્રકાશ પંચાલે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે, આ પરિવાર શંખેશ્વરમાં રહેતો હતો. મૃતકોની કારમાંથી મોબાઈલ અને એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પરિવારે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. પરંતુ તેમાં વ્યાજખારોના નામનો ઉલ્લેખ નથી. પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે અને પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લીધા છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.આપઘાત કરતા પહેલા પરિવારે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'બધાને મારા છેલ્લા રામ રામ, મને પણ જીવન જીવવાની ઈચ્છા હતી. પરંતુ કેટલાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે.
એ લોકોએ મારો ફાયદો ઉઠાવીને વ્યાજનું પણ વ્યાજ લીધુ છે અને મને ધમકી આપતા હતા. મને માનસિક રીતે ખૂબ ટોર્ચરિંગ કરતા હતા. મારી પાસે મરવા સિવાઈ કોઈ રસ્તો નથી. હું એવા ચકડોળમાં ફસાયો કે બહાર નીકળવું મારે માટે શક્ય નથી. આજે હું મરવા જઈ રહ્યો છું તમે આ પત્ર વાંચશો ત્યારે હું આ દુનિયા છોડી ચુક્યો હશે. સરકારને જણાવવાનું કે આ લોકો મારી પત્ની અને બાળકને જીવવા દે. બધા ભેગા મળીને મને બહુ માનસીક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું, આજે મને કોઈ રસ્તો દેખાતો નથી. મારી જિંદગી ખતમ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થાશે. સરકારને અપિલ કરૂ છું કે મારી સાથે થયુ એ બીજા સાથે આ લોકો નાકરે.
Reporter: admin







