વાઘોડિયાના માડોધર વિસ્તારની નીલકંઠધામ સોસાયટીમાં રાત્રિ દરમિયાન તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવી રૂપિયા 35,000 રોકડની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ હતી. નીલકંઠધામ સોસાયટીમાં રહેતા અભિષેક શિવ પ્રકાશ ઉપાધ્યાયના મકાન નંબર ત્રણમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ લોખંડની ગ્રીલનો નચૂકો તોડી દરવાજાનું તાળું કાપી લગ્નમાં ગયેલ મકાન માલિકના બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. વહેલી સવારે જોગિંગ પર નીકળેલા કેટલાક લોકોએ મકાનને ખુલ્લું જોતાં મકાન માલિકને ચોરી અંગે જાણકારી આપી હતી. તસ્કરોએ રૂમના તાળાં તોડી તીજોરીનો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. અને તિજોરીમાંથી રોકડા રૂપિયા 35 હજાર ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
એક વર્ષ પહેલાં આ જ મકાન બહાર પાર્ક કરેલ બાઈક સાથે સીસીટીવી પણ તસ્કરો લઇ ગયા હતા. જે ચોરીનો ભેદ પણ હજુ ઉકેલાયોનથી. ત્યારે ફરીથી આ જ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. લગ્ન પ્રસંગ પતાવી આવેલા મકાન માલિકે ચોરી અંગે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Reporter: News Plus