મહાનગરપાલિકા એ યુદ્ધના ધોરણે શરૂ કરી પ્રી મોન્સુન કામગીરી વરસાદી પાણીનો ભરાવો રોકવાને અગ્રતા...લોકસભા ચુંટણીનું મતદાન પૂરું થયું છે.ચોમાસુ સામે બારણે આવીને ઊભું છે અને પોતાની સાથે ભારે વરસાદ,તોફાની પવનના જાનેઇયા લાવી શકે છે.તેને અનુલક્ષીને વડોદરા મનપા તંત્ર આળસ મરડી ને બેઠું થયું છે અને ચોમાસા માં લોકોને મુશ્કેલીઓ થી બચાવવા યુદ્ધના ધોરણે પ્રી મોન્સુન કામગીરી ને વેગવાન બનાવી છે.ખાસ કરીને તેમાં વડોદરા મહાનગરપાલિકા
વોટર લોગીંગ તેમજ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સુન કામગીરી ને અગ્રતા આપી રહી છે. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ચૂંટણી બાદ એક્શનમાં આવ્યુ છે. ચોમાસાને હવે થોડો સમય બાકી છે. ત્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી શરૂ કરાઇ છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રી કટિંગની કામગીરી શરૂ કરાઇ છે. વોટર લોગીંગ તેમજ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે પાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી આરંભવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રિ મન્સૂન કામગીરી હાથ ધરી છે. આ કામગીરી દ્વારા ચોમાસુ આફતો સામે શહરને અને શહેરીજનો ને સુરક્ષિત કરવાનો છે.આ જ પ્રકારની કામગીરી વીજ તંત્ર દ્વારા સત્વરે હાથ ધરાય તે જરૂરી છે.ચોમાસામાં ભારે વીજ પવનો થી વીજ રેસમાં ભંગાણ થઈ શકે છે ત્યારે લટકતા વીજ વાયર મજબૂત કરવા, ડીપીઓ નું મેન્ટનન્સ કરવું જેવા કામો અત્યારે કરી લેવા જરૂરી છે.આશા છે કે વીજ તંત્ર સત્વરે એક્શન માં આવશે
Reporter: News Plus