વડોદરા,: શહેરના ભાજપના મહિલા કોર્પોરેટરે યુવા ભાજપના કાર્યકર્તા સામે ગેરવર્તણુકના આક્ષેપ સાથે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી હતી.
ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાએ પોલીસ કમિશનર સમક્ષ યુવા ભાજપના કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ વિરુધ્ધ ગેર શબ્દ બોલી હાથ પકડી જબરજસ્તી કરવા બાબતની અરજી આપતાં ભાજપ મોરચે ચકચાર મચી છે. મહિલા કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાના આક્ષેપ મુજબ વોર્ડ પાંચની ઓફિસ પાસે શક્તિ કેન્દ્ર અને શિવમ સ્કૂલ કમલા નગર પાસે શક્તિ કેન્દ્ર હતા જેથી કમલા નગર પાસેના શક્તિ કેન્દ્ર પર પોતાને રાષ્ટ્રીય નેતા કહેડાવતા હિરેન બ્રહ્મભટ્ટએ હાથ પકડી ગેરવર્તન કરી હતી આ મામલે મહિલા કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાએ વડોદરા પોલીસ ભવન ખાતે અરજી રૂપે ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. યુવા કાર્યકર મધ્ય ગુજરાતના સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના કન્વીનર હોવાનું જાણવા મળે છે અને જેમના પર ગેરવર્તનના આક્ષેપ થયા છે તે હિરેન બ્રહ્મભટ્ટનો પ્રતિક્રિયા માટે સંપર્ક થઇ શક્યો નથી.
ઉલ્લેખનીય છે કે એક બાજુ ભાજપ સ્ત્રી સશક્તિકરણ ની વાત કરે છે અને બીજી બાજુ તેમની જ પાર્ટીના યુવા ભાજપના કાર્યકર મહિલા કોર્પોરેટર સાથે ગેર વર્તન કરે છે. ભાજપ સંગઠન દ્વારા ભાજપના યુવા મોરચાના કાર્યકર વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવશે?
Reporter: News Plus