વડોદરા : શહેરમાં માથાભારે તત્વોનો આતંક યથાવત રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેર નજીક કરોળિયા રોડ પર સાંઈનાથ સોસાયટી નજીક લોકોને અસામાજિક તત્વો બાનમાં લેવા પ્રયાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. માથાભારે તત્વોએ દબદબો જમાવવા દુકાનદાર ને ફટકાર્યો હતો. પોલીસની ધાક વિના દંડા ના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી.બેફામ બનેલા તત્વોએ આડેધડ દંડા ફટકારી દુકાનમાં પણ ભારે નુક્સાન કર્યું હતું. ફરિયાદી પાસે ઘટના ના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Reporter: News Plus