અસહ્ય ગરમી લોકોને માંદા પાડી રહી છે.પહેલીવાર સયાજી હોસ્પિટલમાં આકરી ગરમી થી લુ લાગી હોય એવા દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ શરૂ કરવો પડ્યો છે.
આજે સવારના ૮ વાગ્યે આ વિશેષ વોર્ડમાં કુલ ૧૬ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.આ લોકો શરીરે તો દાઝ્યા ન હતા પરંતુ ઉનાળાના વિક્રમી તાપમાન થી એમના આરોગ્યને લુ ની માંદગી લાગી ગઈ હતી.યાદ રહે લુ લાગવાની સમયસર યોગ્ય સારવાર ના લેવામાં આવે તો આ બીમારી જીવલેણ બને છે.છેલ્લા ચોવીસ કલાકમાં ઉની લાહ્ય જેવી ગરમી થી માંદા પડેલા અને વોર્ડમાં સારવાર હેઠળના એક દર્દીનું મરણ થયું હતું જ્યારે ગંભીર હાલતમાં પહોંચી ગયેલા બે દર્દીઓ ને વેંટીલેટર હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું છે કે હાલમાં ૧૨ પુરુષો અને ૦૪ મહિલાઓ મળીને ફૂલ ૧૬ લોકો સારવાર હેઠળ છે.આ પૈકી ૫ દર્દીઓ લુ લાગવા ઉપરાંત અન્ય બિમારીઓ થી પીડિત છે. જ્યારે ૧૧ દર્દીઓ માત્ર લુ લાગવા થી અસરગ્રસ્ત છે.તેમણે લોકોને લુ લાગવા થી બચાવ માટે તડકામાં બહાર ન નીકળવા,પાણી અને પ્રવાહીનું સેવન કરવા સહિતની તકેદારી લેવા ખાસ અનુરોધ કર્યો છે.
Reporter: News Plus