News Portal...

Breaking News :

પાલિકાની આરોગ્ય શાખા ટીમે સમા સાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું

2024-08-08 11:49:13
પાલિકાની આરોગ્ય શાખા ટીમે સમા સાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું


વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ટીમે સમા સાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું 



શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રેસ્ટોરન્ટ અને ફરસાણ ની દુકાનમાં વંદા, ગિલોડી અને ફૂગની ફરસાણમાં નીકળે છે. તને લઈને પાલિકાની ટીમ એક્શનમાં આવી છે અને છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વિવિધ રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે સમાસાવલી ખાતે આવેલી કેએફસી તેમજ મસાલા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું કેએફસી તેમજ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ દ્વારા વાપરવામાં આવતી ચીજ વસ્તુઓ ખાદ્ય છે કે અખાદ્ય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું 


ગતરોજના બનાવેલા બટાકા વડાનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે kfc માં તમામ વસ્તુઓ વેલ મેન્ટેન કરવામાં આવી છે પણ જો ડોક્યુમેન્ટેશન ઓછું હશે તો તેઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારે કોઈપણ ઘટના બને ત્યારબાદ આરોગ્ય શાખા એક્શનમાં આવતી હોય છે. પાલિકાની આરોગ્ય શાખામાં પણ સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે.

Reporter: admin

Related Post