PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું
સુરત: શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.
આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈ ગયો હતો.ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે.
હાલમાં ઈજાગ્રસ્ત આરોપીને સારવારમાં ખસેડાયો
સવારે 3 વાગ્યે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન ‘લસ્સી’ ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુંપાઈને રહે છે. આ જાણ બાદ ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે (6 નવેમ્બર) સવારના 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી. આ એક હાઈ-સ્પીડ, હાઈ-સ્ટેક ઓપરેશન હતુ.ક્રાઈમ બ્રાંચની ટીમે આસપાસના મકાનો પણ કોર્ડન કરી લીઘા ક્રાઈમ બ્રાંચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી દીધા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો.
Reporter: admin







