Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે..
121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર EVM મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો.
વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334 અને 335 પર EVM ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ "વોટ ચોર" ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર 153, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર 196 પર પણ EVM માં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, "હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું... બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ."આરજેડી સાંસદ મીસા ભારતીએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે, "તમારા ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે સમજદારીપૂર્વક મતદાન કરો.
Reporter: admin







