દિલ્હી : જૂના સેકન્ડ હેન્ડ વાહનોનું બજાર ખૂબ જ વધી ગયું છે. તમામ કંપનીઓ પોતાના જૂના વાહનો ઓછા ભાવે વેચાણ કરી રહી છે. હવે જૂના વાહનોના ખરીદનારાઓને મોટો આંચકો લાગી શકે છે.
જીએસટી કાઉન્સિલ ઇલેક્ટ્રિક વાહનો સહિત જૂના અને ઉપયોગમાં લેવાયેલા સેકન્ડ હેન્ડ વાહનો પર જીએસટી વધારી ૧૮ ટકા કરી શકે છે. જો આમ થશે તો જૂના અને વપરાયેલા વાહનો મોંઘા થઇ શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર જીએસટી કાઉન્સિલની ફિટમેંટ કમિટીએ જૂના અને વપરાયેલા વાહનો પર જીએસટી ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા કરવાની ભલામણ કરી છે. હાલમાં આ વાહનો પર સપ્લાયરના માર્જિનને આધારે ટેક્સ લાગુ કરવામાં આવે છે.જેના કારણે ટેક્સનો બોજ અપેક્ષાકૃત ઘટી જાય છે. અહીં ખાસ વાત એ છે કે નવા ઇલેક્ટ્રિક વાહનો પર હાલમાં પાંચ ટકા જીએસટી લાગે છે.
જેથી આ સેક્ટરમાં ગ્રોથ લાવી શકાય. જો કે ઇલેક્ટ્રિક વાહનોના રિસેલ પર ૧૮ ટકા જીએસટી કરવામાં આવશે તો સેકન્ડ હેન્ડ ઇવીનું ગ્રાહકોમાં આકર્ષણ ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે સેકન્ડ હેન્ડ વાહનોના રિપેરિંગમાં ઉપયોગમાં લેવામાં સ્પેટ પાર્ટ્સ પર અગાઉથી જ ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. જો જીએસટી દરમાં વધારો કરવામાં આવે છે તો આ સેક્ટરના સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ પર વધુ ટેક્સ ચુકવવો પડી શકે છે. જે વાહનોની માંગમાં ઘટાડો લાવી શકે છે. ખાસ કરીને ઇવી ગ્રાહકોને આંચકો લાગી શકે છે. હાલમાં અમલમાં જીએસટી દરોની વાત કરવામાં આવે તો ૧૨૦૦ સીસી કે તેનાથી વધુની એન્જિન ક્ષમતા અને ૪૦૦૦ એમએમ અથવા તેનાથી વધુ લંબાઇ વાળા પેટ્રોલ, એલપીજી કે સીએનજી વાહનો માટે ૧૮ ટકા, ૧૫૦૦ સીસી અથવા તેનાથી વધારે એન્જિન ક્ષમતા અને ૪૦૦૦ મિમી અથવા તેનાથી વધુ લંબાઇવાળા ડીઝલ વાહનો માટે ૧૮ ટકા, ૧૫૦૦ સીસીથી વધુ એન્જિન ક્ષમતાવાળા સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) માટે ૧૮ ટકા લાગે છે.
Reporter: admin







