ડભોઇ: તાલુકાના ચાંદોદ સેવા પૂજા અર્ચના થકી ભગવાનને પ્રસન્ન કરવાના વિશેષ ધનુર્માસનો આજથી પ્રારંભ થયી છે.

ધનુર્માસ ને આખાય વર્ષનું આભૂષણ માનવામાં આવે છે ધર્મશાસ્ત્ર મુજબ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી ધનુર્માસનો પ્રારંભ થાય છે તા.16 ડિસેમ્બર 2024 થી પ્રારંભ થયેલો આ વિશેષ માસની તા.13 જાન્યુઆરી 2025 ના રોજ પુર્ણાહુતિ થશે. સેવા પૂજા અર્ચના ભજન વ્રત કીર્તન ધ્યાન આરાધના થકી ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો ગણાતા ધનુર્માસનો આજથી પ્રારંભ થયો છે

ત્યારે વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ નગરની મધ્યમાં આવેલા પૌરાણિક રણછોડજી મંદિર ખાતે આખાય માસ પર્યંત સવારે 8:00 કલાકે દિવ્ય આરતી સાથે મીઠો ખીચડો,તીખો ખીચડો સહિતના વિવિધ ભોગ ભગવાનને ધરાવવામાં આવશે જેનો નગરના શ્રદ્ધાળુઓ રોજેરોજ લાભ મેળવશેઆ મહિનો તીર્થ સ્થળોની યાત્રા, ધર્મ તપસ્યા, આરાધના, જપ-તપ માટે પણ વિશેષ મહત્વપૂર્ણ કહેવાયો હોય તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક મંદિરો-ધાર્મિક સ્થળો ની મુલાકાત સહિત નર્મદા સ્નાન અર્થે પણ શ્રદ્ધાળુઓ આ માસ દરમિયાન પધારશે

Reporter: admin