પાદરા : તાલુકાના સોખડાખુર્દ ગામથી સતત 15 વર્ષ થી અંબાજી પગપાળા સંઘ રવાના થતો હોય છે જે રવિવારે ૫૦ થી વધુ શ્રદ્ધાળુઓ સાથે માતાજી ન રથ સાથે પ્રસ્થાન કર્યું હતુ.

પાદરા ના સોખડાખુર્દ થી છેલ્લા ૧૫ વર્ષ થી અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના થયો છે પાદરા તાલુકા ના સોખડાખુર્દ થી માઈ ભક્તો પગપાળા ધ્વારા અંબાજી જતા હોય છે આવનાર નવરાત્રી માં માતાજી ગરબે ઘૂમવા માટે ગામ માં આવે જે માટે નું નિમંત્રણ પાઠવતા હોય સાથે ગ્રામજનો અને દેશવાસીઓ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે.સોખડાખુર્દ ગામ થી પગપાળા સંઘ માં શ્રદ્ધાળુઓ નો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો

જે પૂર્વે શનિવાર સાંજે ગામ માં માતાજી ના રથ સાથે પદયાત્રીઓ ની ભવ્ય શોભાયાત્રા ગામ નીકળી હતી, અને મહાઆરતી પણ યોજાઈ હતી જેમાં પદયાત્રીઓ સહિત ગામ ના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા રવિવાર ના રોજ પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું હતું, જે પાદરા નગર માં આવતા જ પાદરા ના ગોકુલધામ સોસાયટી પાસે પદયાત્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું, પગપાળા સંઘ પ્રથમ નવરાતી અંબાજી ખાતે પહોચશે અને ગબ્બર ખાતે પ્રથમ ધજા અર્પણ કર્યા બાદ બીજા નવરાત્રી એ માં અંબાજી ને ધજા ચઢાવી ને નવચંડી યજ્ઞ સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, આમ ભકિતભાવ પૂર્વક અને બોલ મારી અંબે ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ મોટા અંબાજી ધામ તરફ માતાજી ના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું.

Reporter: admin







