અમરેલી : જિલ્લાના રાજસ્થળી ગામ નજીક રહેણાક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આ બાળકની હત્યા તેની દાદીએ જ કર્યાનું ખૂલ્યું હતું.
માસૂમ સતત રડતો હોય અને શાંત થતો ન હોવાથી દાદીને ગુસ્સો આવ્યો હતો. જેથી દાદીએ ઉશ્કેરાઈને બાળકના શરીર પર જોરદાર બચકાં ભર્યાં હતાં. તેમજ માર મારતા બાળકનું મોત થયું છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસની તપાસમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપી દાદીને ઝડપી પાડી છે.અમરેલી તાલુકાના રાજસ્થળી ગામ નજીક રહેણાક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે બાળકની લાશ મોકલાવી હતી.
પોલીસે પ્રથમ અકસ્માતે મોતની નોંધ કરી હતી. ત્યારબાદ મૃતક અલીરજાક રફીક સેયદ નામના એક વર્ષના માસૂમ બાળકને બચકાં ભરેલી હાલતમાં જોતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ કરાવતા ગત મોડી સાંજે રિપોર્ટ આવતા બાળકને માર માર્યાના કારણે મોત થયાનું ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી જિલ્લા પોલીસવડા હિમકર સિંહ દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપતા ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પી.એસ.આઈ.જાતે જ ફરિયાદી બની બાળકનાં દાદી આરોપી કુલશનબેન હુસેનભાઈ સેયદ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
Reporter: admin