ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સામાન્ય પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 91.84% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 51. 36 ટકા આવ્યું છે..
જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ત્રણ નંબર બોડેલીની શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓએ પ્રાપ્ત કરતા તેઓના પરિવાર સાથે શિરોલાવાલા હાઇસ્કુલમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં છોટાઉદેપુર જિલ્લા ના પરિણામ ની વાત કરીએ તો 51.36 ટકા આવ્યું છે જેમાં બોડેલી કેન્દ્રનું પરિણામ 47.98 ટકા અને શિરોલા વાલા હાઇસ્કુલ નું પરિણામ ગત વર્ષ કરતાં ડબલ કરતાં પણ વધુ 44. 25 ટકા આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે સમગ્ર શિરોલાવાલા હાઇસ્કુલનાં સ્ટાફ પરિવાર સહિત શાળાના સંચાલક મંડળમાં પણ એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી છે.
12 વિજ્ઞાન પ્રવાહમાં શિરોલાવાલા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ અનુક્રમે ૧. મોક્ષા અલ્પેશભાઈ ભગત એ 99.75 પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં કેન્દ્રમાં અને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ૨. મનતાશાબાનું ઈમ્તિયાઝઅલી કુરેશી એ 98. 25 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર જિલ્લામાં દ્વિતીય નંબર અને ૩. અસ્ફેયા ઇમરાન ભાઈ મન્સૂરીએ 97.85 પર્સન્ટાઈલ રેન્ક મેળવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજો નંબર મેળવી પોતાના પરિવાર સાથે ત્રણે દીકરીઓએ શાળાનું નામ પણ રોશન કર્યું હોય શાળા સંચાલક મંડળનાં પ્રમુખ રાજુભાઈ શાહ, મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા, ઉપપ્રમુખો સુનિલભાઈ શાહ તથા આકાશ ઠક્કર, સહમંત્રી કાર્તિક શાહ સાથે ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ પરીખ, પરેશ ભાવસાર, ગિરીશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ શાળાનાં દાતા પ્રદીપભાઈ ચોકસી અને શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર સાથે સમગ્ર શાળા પરિવારે ત્રણેય વિદ્યાર્થીનીઓ સાથે ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
આવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું પરિણામ 93.20 ટકા આવ્યું છે જેમાં બોડેલી ખત્રી વિદ્યાલય તાલુકા માંગ્રેસર રહી છે ખત્રી વિદ્યાલય નું પરિણામ 96.23% આવ્યું છે જેમાં આઈશાબેન મો. નઈમ ખત્રી અને પરવીનબાનુ ફિરોજભાઈ લુહારે એક સરખા 700 માંથી 620 માર્કસ મેળવી 97.84 પર્સેન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર બોડેલી તાલુકા પ્રથમ નંબર અને સહી દાબાનું મુસ્તાકભાઈ ખત્રીએ 97.14 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે રેશ્મા રમજાન અલી શેખે 95.82 પર્સેન્ટાઇલ રેન્ક સાથે શાળામાં ત્રીજો નંબર મેળવ્યો છે.
અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ નું પરિણામ 94. 02 ટકા આવ્યું છે અને બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલનું પરિણામ 90. 32% આવ્યું છે. જેમાં પ્રથમ નંબર ડબગર નેહાબેન રીતેશભાઈ 93.88 પર્સેન્ટાઇલ રેન્ક, દ્વિતીય નંબર ભરવાડ ભૂમિ ભીમાભાઇ 90.90 પર્સેન્ટાઇલ રેન્ક, અને રાઠવા સૈનિક કિશનભાઇએ 88.54 પર્સેન્ટાઇલ રેન્ક સાથે શાળામાં ત્રીજો નંબર મેળવી શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે.
બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
90.32 ટકા આવ્યું છે જેમાં 96.58 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી હેમાંગીબેન અશોકભાઈ બારીયાએ શાળામાં પ્રથમ નંબર, શાહ નેન્સી રાકેશકુમારે 95.94 પર્સેન્ટાઇલ રેન્ક સાથે દ્વિતીય નંબર જ્યારે તનુકુમારી પારસમલ સુથારે 94.99 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી શાળામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
આ તમામ વિદ્યાર્થીનીઓ સાથે 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર ત્રણેય શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના ટ્રસ્ટી મંડળોએ અને શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
Reporter: News Plus