હાલોલ શહેરની બહાર હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર જ્યોતિ સર્કલ નજીક લાકડાના સ્ક્રેપની પટ્ટીઓ ભરેલો આઇસર ટેમ્પો કોતરના નાળાની સંરક્ષણ દીવાલ તોડી નાળાની દીવાલ પર ઉંધા માથે લટકી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં આઇસર ટેમ્પોના ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી જેમાં આજે ગુરુવારે સવારે 7:00 વાગ્યાના સુમારે લાકડાના સ્ક્રેપની પટ્ટીઓ ભરેલો એક આઇસર ટેમ્પો પૂરઝડપે હાલોલ શહેરની બહાર આવેલ પાવાગઢ-બાયપાસ રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે દોડતા આઇસર ટેમ્પોના સ્ટેરીંગ પરથી કોઈક કારણોસર આઇસર ટેમ્પોના ચાલકનો કાબુ ખોવાતા આઇસર ટેમ્પો બેકાબુ થઇ હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર જ્યોતિ સર્કલથી થોડાક અંતરે આવેલ એક કોતરના નાળાની લોખંડની રેલિંગ તોડી નાળાની સંરક્ષણ દિવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો જેમાં નાળાની સંરક્ષણ દિવાલ સાથે અથડાયેલ આઇસર ટેમ્પો જોરદાર ટક્કર સાથે દિવાલને તોડી ઉંધા માથે પછડાઈને કોતરના નાળાની દિવાલ પર હવામાં અધ્ધર લટકાઇ પામ્યો હતો જેમાં ઉંધા માથે પછડાયેલા આઇસર ટેમ્પોના આગળની સાઈડના બન્ને ટાયરો એક્સેલ તોડી આઇસર ટેમ્પોમાંથી છૂટા પડી ગયા હતા જ્યારે આઇસર ટેમ્પો નાળાની સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પોમાં સવાર ટેમ્પોના ચાલક અને ક્લીનરનો અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો જેમાં ટેમ્પો ચાલકને માત્ર પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે
જેમાં ચાલકે હાલોલના એક ખાનગી દવાખાનામાં સારવાર મેળવી હોવાની માહિતી મળવા પામી છે જોકે અકસ્માતના પગલે આઇસર ટેમ્પોમાં ભરેલી લાકડાના સ્ક્રેપની પટ્ટીઓ નાળામાં ખાબકી હતી જેમાં અકસ્માતની આ ઘટનામાં લાકડાના સ્ક્રેપની પટ્ટીઓ સહિત આઇસર ટેમ્પોના કેબિન સહિત બોડીના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળવા પામી છે.
..
Reporter: News Plus