વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે 7 તારીખે લોકસભા ના ઈલેકશન લોકો ના જે લોકો ની સ્લીપ મળી અને જેના મતદાન યાદી માં નામ નથી આવ્યા તે અંગે કલેકટર ને રજૂઆત કરવામાં આવી હતી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા લોકસભા ના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર તથા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજે કલેકટરશ્રી ને રજૂઆત કરવા ના છે કે ચૂંટણીમાં ની મતદાર યાદીમાં જે છબરડા થયા છે જેના કારણે ચૂંટણી કાર્ડ હોવા છતાં લોકો મત આપવા થી વંચિત રહી ગયા છે. તથા ચુંટણી પંચ ની નિષ્કાળજી નાં કારણે લોકો ને મત આપવાનો અધિકાર નાં મળ્યો. જે મતદાન કેન્દ્ર પર આવ્યા પછી ખબર પડી કે મતદાર યાદીમાં તેમનું નામ નથી. અને અન્ય કેટલીક જગ્યાએ બીજા વ્યક્તિ ના નામ પર બીજી કોઈ વ્યક્તિએ મત આપ્યો હોવાની ઘણી બધી ફરિયાદો વડોદરા શહેર કોંગ્રેસ ને મળી છે જેના સંદર્ભે આજે કલેકટરશ્રી તથા ચૂંટણી અધિકારી ને રજૂઆત કરવામાં આવી હતી
...
Reporter: News Plus