News Portal...

Breaking News :

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ ટનલ UPA-2 સરકારમાં હાઇવે પ્રધાન સીપી જોશી દ્વારા શિલાન્યાસ થયો હતો

2025-01-14 11:29:15
જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ ટનલ UPA-2 સરકારમાં હાઇવે પ્રધાન સીપી જોશી દ્વારા શિલાન્યાસ થયો હતો


જમ્મુ :વડા પ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં વ્યુહાત્મક રીતે મહત્વની ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. 


આ દરમિયાન એક સંબોધનમાં વડા પ્રધાન મોદી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતાં. બીજી તરફ કોંગ્રેસે ઝેડ-મોડના નિર્માણમાં UPA સરકારના ફાળાને યાદ કર્યો.કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર X હેન્ડલ પર ફોટો શેર કરતા લખવામાં આવ્યું કે, “4 ઓક્ટોબર, 2012 ના રોજ UPA-2 સરકારમાં માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન સીપી જોશી દ્વારા આ ટનલના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.”આ ઉપરાંત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ NDA સરકાર પર આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ઉદ્ઘાટનની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો.એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા રવિન્દર શર્માએ કહ્યું, “અમે આ ટનલના ઉદ્ઘાટનની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 


વર્તમાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીના હસ્તક્ષેપથી યુપીએ સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ ટનલ મહત્વપૂર્ણ હતી કારણ કે શિયાળાની કઠોર પરિસ્થિતિને કારણે વિસ્તારના રહેવાસીઓને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો.”તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને ભંડોળ પણ આપ્યું હતું, પરંતુ ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે તેનું ઉદ્ઘાટન કરવામાં વધુ સમય લીધો હતો.શર્માએ રેલ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી અને જણાવ્યું કે તે વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયો હતો, અને વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ફક્ત ઉદ્ઘાટન બાકી હતું.ઝેડ-મોર ટનલ એ જમ્મુ અને કાશ્મીરમાં એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકાર હેઠળ તેની શરૂઆત કરવામાં આવી હતી. 4 ઓક્ટોબર, 2012 ના રોજ તત્કાલીન માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન સી.પી. જોશી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતાં.

Reporter: admin

Related Post