News Portal...

Breaking News :

ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું

2025-01-14 09:45:35
ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું


વડોદરા : ઉત્તરાયણનું પર્વ આજે ગુજરાતભરમાં ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યું છે અને ‘એ કાયપો છે....', 'ચલ ચલ લપેટ...'ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યું છે. 


આ ઉપરાંત આજે ઉંધીયું-જલેબીની જયાફત જાણે સત્તામાં સુગંધ ઉમેરવાનું કામ કરી રહ્યું છે. અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ બુધવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. આમ, ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દિવસ દરમિયાન ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફની દિશાનો પવન રહેશે અને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. 


આમ, આજે પતંગબાજોને સાનૂકૂળ પવનથી જલસો પડી જશે. આ સિવાય પતંગ ચગાવવા ઠુમકા નહીં લગાવવા પડે તેવા સંકેતો છે. અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર, પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં સોમવારે મોડી રાત સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અમદાવાદની પોળમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો જ હોય છે. ખાસ પોળમાં ઉત્તરાયણ કરવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. જેના કારણે હવે પોળમાં ધાબું એક દિવસ માટે ભાડે આપવાના ચલણમાં પણ વધારો થયો છે.

Reporter: admin

Related Post