News Portal...

Breaking News :

લસુન્દ્રા ગામે દરિયાઈ મસ્જિદનું ખાત મુર્હૂત વિશ્વવિખ્યાત સૂફી સંત પીર કમરુદ્દીન કારંટવી બાબાસાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું

2025-05-30 16:27:46
લસુન્દ્રા ગામે દરિયાઈ મસ્જિદનું ખાત મુર્હૂત વિશ્વવિખ્યાત સૂફી સંત પીર કમરુદ્દીન કારંટવી બાબાસાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું


સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે દરિયાઈ મસ્જિદ ના ખાત મુર્હૂત માં વિશ્વવિખ્યાત સૂફી સંત પીર કમરુદ્દીન કારંટવી બાબાસાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા 




સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં સુફી સંત સૈયદ કમરૂદ્દીન કારંટવી બાબાસાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ માં દરિયાઈ મસ્જિદનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું  પીર કમરૂદ્દીન બાબા સાહેબ ના અનુયાયી ઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે મૂળ વીરપુરના દરિયાઈ દુલ્હા દરગાહ ના ગાદીપતિ અને વંશજ છે  તેઓનું સમગ્ર જીવન  સાદગી , માનવ કલ્યાણ ,પ્રભુ ભક્તી અને પયગંબર સાહેબના જીવન સિદ્ધાંતો પર ગુજારનાર કમરૂદ્દીન બાબા સાહેબ ની હજારો કરામતો અને ચમત્કારી પ્રસંગોના દાખલા મોજુદ છે 


તેમજ રાજ્ય ની મોટાભાગની ઇસ્લામિક સંસ્થાઓ ના સ્થાપક અને વહીવટ કર્તા રહી ચુક્યા છે ગુજરાતના મોટાભાગના સુફી સંતો અને ઉલેમાં ઓ તેમના શિષ્ય રહી ચૂક્યા છે તેના કારણે સમગ્ર સુખી સંત સમાજ અને ઉલેમા સમાજ ભારે માન અને આદર ની નજરે જુએ છે અને તેના જ કારણે જ્યાં નાની વસ્તી હોય અને સુખી સંપન્ન વસ્તી ન હોય ત્યાં ધાર્મિક સ્થળની સ્થાપના કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે અને તેમની એક હાકલ પર દાન ના પ્રવાહ ચાલુ થઈ જાય છે ગતરોજ યોજાયેલ સમારોહમાં કમરૂદ્દીન બાબા સાહેબના હસ્તે મસ્જિદનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશ માટે દુઆએ ખાસ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ ઝાકીર અલી બાપુ સૈયદ મુસ્તાક અલી બાપુ સંખેડા વાળા  છોટે સાબ બાપુ ઇમ્તિયાઝ બાપુ પીન્ટુ બાપુ સહિત ના ઉલેમા ઓ હાજર રહ્યા આ પ્રસંગે સમગ્ર લસુંન્દ્રા ગામ વતી નીયાઝે આમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગામની મહિલાઓએ મસ્જિદના બાંધકામમાં દાન પેટે પોતાના દહેજદાનમાં આવેલ તાંબા પિત્તળના વાસણો અર્પણ કર્યા હતા

Reporter:

Related Post