ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. સાવલીમાં આવેલી પાણીની ટાંકી પાસે આવેલ બુટલેગર મુન્ના જયસ્વાલ ના ઘર સામેથી ખુલ્લી જગ્યા માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો.

દરોડા દરમિયાન ૯૮૯૫ નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 12 વાહનો મળી તેમ જ મોબાઈલ મળી કુલ રૂપિયા ૮૨.૯૭.૩૩૭ રૂપિયાનો મુદ્દા માલ સાથે બે ની ધરપકડ કરીને આરોપીને સાવલી પોલીસ સ્ટેશનને લઈ જવામા આવ્યા.જ્યારે 19 લોકો હજુ પણ ફરાર જાહેર કયૉ. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં ૯૮૯૫ નંગ બોટલ રૂપિયા ૩૯,૦૩,૩૩૭ તેમજ વાહનો તથા કાર મળીને ૧૨ વાહનો મળી આવ્યા કુલ મુદ્દા માલ વિદેશી દારૂ અને વાહનો મળી ૮૨.૯૭.૩૩૭ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં ૯૮૯૫ નંગ બોટલ રૂપિયા ૩૯.૦૩.૩૩૭ તેમજ 12 નંગ વાહનો મળી કુલ રૂપિયા ૪૩.૮૦૦૦૦ તેમજ બે મોબાઈલ ૧૦૦૦૦ રૂપિયા અને ૮૦નંગ ભૂસાની બેગ ૪૦૦૦ રૂપિયાની મળી કુલ ૮૨.૯૭.૩૩૭ ના મુદ્દામાલસાથે બે ની ધરપકડ કરી (૧) વિશાલ રાજુભાઈ માળી (૨) વિઠ્ઠલ રાવજીભાઈ માળી બંને રહે માળી મહોલ્લો ભાથીજી મંદિર પાછળ.

આ જથ્થો તો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો. તેની તપાસ હાલ ચાલુ.
સાવલી પોલીસ મથકથી 100 મીટરના અંતરે સ્ટેટ મોનિટરિંગ સેલે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. અને એક જોતા તો બુટલેગરોની ગાડી કાળા કાચ અને ટુ વ્હીલરો નંબર પ્લેટ વગરના પણ જોવા મળી રહી છે. સાવલી પોલીસ આ નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડી સામે કેમ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી રહ્યા. શું સ્ટેટ મોનિટરિંગ સેલ આ વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડતી હોય તો કેમ સાવલી પોલીસ ને ખબર નથી હોતી. સાવલીના બુટલેગર બંધુ ઓ દ્વારા દારૂનું કટીંગ કરાવતા હતા (૧) ધવલ જયસ્વાલ (૨) સાગર જયસ્વાલ
આ બંને બુટલેગરો વિદેશી દારૂનું કટીંગ કરાવતા હતા.


Reporter: