ભાજપ હાઈકમાન્ડના ઈરાદાને સમજીને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી છોડનાર ભાજપના નેતા હવે રાજ્યપાલ તરીકે રાજભવનને આશીર્વાદ આપશે.
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભાજપના વફાદાર અને અનુભવી નેતાઓને વિવિધ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે મોકલવામાં આવી શકે છે. આ સિવાય કેટલાક નિવૃત અધિકારીઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત આઠ રાજ્યોનો કાર્યકાળ આગામી ત્રણ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ રાજ્યો માટે નવા રાજ્યપાલોના નામ પર કેન્દ્રમાં મંથન ચાલી રહ્યું છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં સત્તા વિરોધી અને નવા ચહેરાઓને તક આપવા માટે, ભાજપે લગભગ ૧૦૦ સાંસદોની ટિકિટો રદ કરી હતી. જેમાં મોદી ૨.૦ સરકારના મંત્રીઓ અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી એવા અનુભવી નેતાઓને ઈનામ આપી શકે છે જેમણે ભાજપના નેતળત્વના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને જેમની ભૂમિકા ચૂંટણીમાં સકારાત્મક રહી હતી,
તેમને રાજ્યપાલ પદ આપી શકે છે. આમાં આવા અનેક નેતાઓને ચૂંટણી સમયે આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે સમય આવશે ત્યારે પાર્ટી તેમનો વધુ સારો અને યોગ્ય ઉપયોગ કરશે.માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને બિહારથી, પૂર્વ મુખ્યમંત્રી ડીવી સદાનંદ ગૌડાને કર્ણાટકથી, પૂર્વ મંત્રી વીકે સિંહને ઉત્તર પ્રદેશથી અને પૂર્વ મંત્રી ડૉ. હર્ષવર્ધનને દિલ્હીથી રાજભવન મોકલવાની ચર્ચા પાર્ટી વર્તુળોમાં ચાલી રહી છે. આ સિવાય તમિલનાડુના પાર્ટી નેતા પી. રાધાકૃળષ્ણનને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.
Reporter: News Plus