News Portal...

Breaking News :

નવી સંસદના પહેલા સત્રની સાથે વડોદરામાં પહેલા વરસાદનું સત્ર ચાલુ થયું.પાણીગેટ સાચા અર્થમાં પાણી દરવાજો બન્યો.

2024-06-24 11:12:37
નવી સંસદના પહેલા સત્રની સાથે વડોદરામાં પહેલા વરસાદનું સત્ર ચાલુ થયું.પાણીગેટ સાચા અર્થમાં પાણી દરવાજો બન્યો.


દિલ્હીમાં નવી સંસદ ના પહેલા સત્રની સાથે વડોદરામાં વરસાદનું પહેલું સત્ર ચાલુ થયું છે.નવા સાંસદ શપથ લે તે પહેલા વરસાદે જાણે કે પાલિકાની પ્રતિષ્ઠા પહેલા વરસાદે જ બગાડવાના શપથ લઈ લીધા છે.


અસહ્ય ઉકળાટ પછી ગઈકાલ રાતથી થીમી ધારે, લગભગ વીજળીના ચમકારા અને વાદળ ના ગડગડાટ ધીમી ધારે વરસતા વરસાદે ઘણી જગ્યાઓ એ વડોદરાને સુરસાગર કે આજવા જેવું બનાવી દીધું છે.પાણીગેટ સાચેસાચ પાણી દરવાજો બની ગયો છે અને  માંડવી થી આ દરવાજા સુધીનો વિસ્તાર પુર ના પાણીથી છલકાતી વિશ્વામિત્રી જેવો દેખાય છે.જમનાબાઈ હોસ્પિટલમાં પ્રવેશવા ની જગ્યાએ ભરાયેલા પાણીથી દર્દીઓની અવર જવર મુશ્કેલ બની છે.જો કે આ પહેલા વરસાદે મનપાની પ્રિ મોન્સુન કામગીરીની જાણે કડક અગ્નિ પરીક્ષા લીધી છે અને તંત્ર તથા તંત્રવાહકોને પહેલી જ પરીક્ષામાં ફુલ્લી નાપાસ જાહેર કરી દીધા છે.પહેલા વરસાદે જ લોકો હાલાકીમાં મુકાયા છે.વાહન વ્યવહારમાં અડચણ આવતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો નું સમય પત્રક ખોરવાયું છે.પ્રેસ નોટમાં અને પાલિકાના ચોપડે ચિતરાયું એટલું સશક્ત ચોમાસા પહેલાની તકેદારી નું કામ થયું નથીચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનું જાણે કે વરદાન છે.કેટલાક એને અભિશાપ ગણાવી શકે.બે ત્રણ કલાક સતત વરસાદ પડે તો બધા રસ્તાઓ તળાવ બની જાય છે.જૂના મકાનોના લેવલ નીચા હોવાથી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે.વેપારીઓને લાખોનું નુકશાન થાય છે.


કદાચ એ લોકો એમની બેલેન્સ શીટમાં વરસાદમાં થનારા નુકશાનની બાદબાકી કરીને જ નફો ટોટો નક્કી કરે છે.તંત્ર અને શાસકોએ નવા નવા વિસ્તારોના વિકાસ પર ખૂબ ધ્યાન આપ્યું છે.કારણ કે એ પૈકીના મોટાભાગના આ જૂનું શહેર છોડીને બહાર જઈ વસ્યા છે.એટલે હવે આ વિસ્તાર લગભગ નઘણીયાતો છે.સત્તા પક્ષના નગર સેવકો અહીં થી જેટલી જંગી બહુમતી થી ચૂંટાય છે એટલું જ વિપુલ પાણી અહીં ભરાય છે.સયાજી મહારાજ અને ગાયકવાડી શાસકો એ સમયની આ વિસ્તારની વસતી,ભાવિ વધારો એ બધું ધ્યાનમાં રાખીને જ આ વિસ્તારની નગર રચના કરી હતી.ક્યારેક રાજ પરિવાર નજરબાગ પેલેસમાં જ રહેતો હતો.એટલે એમણે તો રસ્તા,ભૂગર્ભ ગટર,પાણીની પૂરતી વ્યવસ્થા કરી હતી.રસ્તા મોકળા હતા.પછી વસતી વધારાને સુસંગત માળખાકીય સુવિધાઓ જેવી કે ભૂગર્ભ ગટર,પાણીની લાઇનો ઇત્યાદિ નું જરૂરી નવીનીકરણ ના થયું.છોગામાં આ જાળામાં ગેસ લાઈનો ઉમેરાઈ.આજે કે.લાલ અને તેની માયાજાળ જેવા મનપા તંત્રમાં આ વિસ્તાર બેહાલ છે.રસ્તા સાંકડા અને ગીચ થઈ ગયા છે.જૂના મકાનો તોડી નવા મકાનો બન્યા છે.આમ વર્ગના ગ્રાહકોના માનીતા બજારો અહીં છે એટલે સ્વાભાવિક પણે સોમવાર સિવાય ચિક્કાર ગિરદી રહે છે.પાણીના નિકાલ માર્ગો રુંધાયા છે.વરસાદી ગટરો ની ક્ષમતામાં જરૂરી વધારો થયો નથી.પરિણામે દર વર્ષે વરસાદ હાલાકી લઈને આવે છે.કેટલેક અંશે લોકો અને વેપારીઓ પણ બેદરકાર રહે છે.પાણી પહેલા પાળ બાંધતા નથી.એટલે કામચલાઉ જળ ભરાવ થાય છે.વાહનો ખોરવાય છે,ગેરેજ વાળા કમાય છે.હોતા હૈ ચલતા હૈ વડોદરાની તાસીર છે જે બદલાવાની નથી.એટલે આ હાલત પણ બદલાવાની નથી...

Reporter: News Plus

Related Post