લંડન: બ્રિટિશ વડા પ્રધાન રિષિ સુનકને સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તે પહેલાં જ કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓના યુકેના ગેમ્બલીંગ કમિશન દ્વારા બહુવિધ તપાસ થઈ રહી છે.
સુનકે આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સંભવિત ગુનાહિત વર્તનની ગંભીરતા પર ભાર મુક્યો હતો.તાજેતરના બેટિંગ કૌભાંડમાં સામેલ નેતા છે કન્ઝર્વેટિવ પક્ષના ચીફ ડાટા ઓફિસર નિક મેસન, જેઓ હાલ રજા પર છે અને તેમણે કોઈ આપરાધિક કાર્યમાં સામેલ હોવાનું નકાર્યું છે. અગાઉ આવા જ કૌભાંડમાં સુનકના અભિયાનના ડાયરેક્ટર ટોની લી અને ટોરી સાંસદ ઉમેદવાર ક્રેઈગ વિલિયમ્સ તેમજ સુનકના નિકટના સુરક્ષા અધિકારી સહિત અન્ય ટોચના અધિકારીઓ અને નેતાઓ સામેલ હતા અને કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી હતી.યુકેમાં બેટિંગ કાયદેસર હોવા છતાં અંદરની માહિતી મેળવીને આવી બેટિંગ માટે તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. સુનકે ખાતરી આપી છે કે પક્ષના જે સભ્યો બેટિંગમાં સામેલ થવામાં અપરાધી ઠરશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવશે.
માઈકલ ગોવ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ આ ઘટનાની ટીકા કરી છે અને પાર્ટીને બેવડા ધોરણોના અભિગમથી નુકસાન થઈ શકવાની ચેતવણી ઉચ્ચારી છે.ગેમ્બલીંગ કમિશને આ બાબતની ચકાસણી થઈ રહી હોવાની પુષ્ટી કરી છે પણ તેણે સામેલ નેતાઓ અને અધિકારીઓના નામ જેવી અન્ય વિગતો નથી આપી. વિરોધી પક્ષોએ આ તકનો લાભ લઈને સુનકની નેતાગીરીની ટીકા કરી છે અને મજૂર પક્ષ તેમજ લિબરલ ડેમોક્રેટ્સએ તાત્કાલિક કાર્યવાહી કરવાની તેમજ આ કૌભાંડમાં સામેલ નેતાઓની હકાલપટ્ટીની માગણી કરી છે.આ નવા બેટિંગ કૌભાંડે સુનક પર દબાણ વધાર્યું છે જેમનો કન્ઝર્વેટિવ પક્ષ હાલ ચૂંટણી પૂર્વેના સર્વેમાં મજૂર પક્ષ તેમજ લિબરલ ડેમોક્રેટ્સએ તાત્કાલિક કાર્યવાહી કરવાની તેમજ આ કૌભાંડમાં સામેલ નેતાઓની હકાલપટ્ટીની માગણી કરી છે.આ નવા બેટિંગ કૌભાંડે સુનક પર દબાણ વધાર્યું છે જેમનો કન્ઝર્વેટિવ પક્ષ હાલ ચૂંટણી પૂર્વેના સર્વેમાં મજૂર પક્ષથી અગાઉથી જ પાછળ ચાલી રહ્યો છે.
Reporter: News Plus