News Portal...

Breaking News :

લાંબા વિરામ બાદ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો

2024-06-24 10:57:35
લાંબા વિરામ બાદ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો


હવામાન વિભાગની અગાહીના પગલે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. 


શહેરના વિવિધ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલને લઇ વહેલી સવારના સમયે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે. તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વડોદરામાં ગત મોડી રાતથી શરૂ થયેલ વરસાદ શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર,રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, અટલાદરા, માંજલપુર, સુભાનપુરા,ગોરવા, સમાં, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતકિશનવાડી વિસ્તારોમાં હાલમાં વરસાદ ઝરમર પડે છે.


રાજ્યભરમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધતા રાજ્યના અન્ય વિસ્તારમાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે.તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે ભરૂચમાં પણ વરસાદી માહોલજામ્યો છે. મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 55 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં અંધારપટ, ધીમીધારે વરસાદ પડે છે.

Reporter: News Plus

Related Post